
ખરક સમાજ દર્પણ: મહુવા,
પાદરી (ગો) ના વતની અને અમૃતવેલ પ્રાથમિક શાળા (મહુવા)ના આચાર્ય રમેશભાઈ માધાભાઈ કામળિયા ના બંને પુત્રો એ શિક્ષણ ક્ષેત્રે પોતાનું નામ રોશન કર્યું છે મોટો પુત્ર નિર્મિત રમેશભાઈ કામળિયા ધોરણ 12 સાયન્સ માં 99.99 પર્સન્ટેજ લાવી મહુવા કેન્દ્રમાં પ્રથમ આવેલ છે જ્યારે નાનો પુત્ર રવિ રમેશભાઈ કામળીયા આ વર્ષે જ ધોરણ 10 માં 99.98 પર્સન્ટેજ લાવી મહુવા કેન્દ્રમાં બીજા નંબરે આવેલ છે ધોરણ 12 માં નિર્મિત બાયોલોજીમાં 100 માંથી 100 માર્ક્સ લાવે છે જ્યારે રવિ ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક લાવી કમાલ કરી છે. બંને વિધાર્થી નૂતન વિધાપીઠ મહુવામાં અભ્યાસ કરે છે.ખરેખર એક વાલી તરીકે રમેશભાઈ કામળીયા તથા તેના ધર્મ પત્ની જાગૃતિ બહેન રમેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ.જ્યારે બંને વિદ્યાર્થીઓએ શાળાનું, પરિવાર નું, તથા જ્ઞાતિનું નામ રોશન કરેલ છે ખરક સમાજ દર્પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે



