
મોરંગીના વતની હાલ મહુવા નિવાસી નરશીભાઈ વશરામભાઈ ભોજાણી તેમજ ગીતાબેન ભોજાણીની પુત્રી ચિ. પાયલ નરશીભાઈ ભોજાણી એ તાજેતરમા લેવાયેલ અત્યંત કઠિન અને લેંધી ચાર્ટડ એકાઉન્ટન્ટ ની પરીક્ષા પાસ કરી ને C.A. ની ડિગ્રી હાંસલ કરી છે .જેમણે સમસ્ત ભોજાણી પરિવારનું ગૌરવ વધારેલ છે. પાયલબેનની ધોરણ 10 થી જ કોમર્સ લાઇનમા જઈ નેC.A બનવાની તમન્ના હતી. અત્યારના વિધાર્થીઓની દોટ ડોક્ટર, એન્જીનીયર કે કોમ્યુટર તરફ હોય છે પરંતુ પાયલનુ ધ્યાન આ જુવાળથી વિપરીત C.A. તરફ જ હતું.પાયલબેન બાલમંદિર તેમજ ધોરણ 3 સુધી આનંદભાઈ સેંતાની જ સ્કૂલ પ્રેરણા પ્રાથમિક શાળા (ગુંજન )માં જ અભ્યાસ કરેલ છે. 4 થી 7 સુધી ભુતામાં તેમેજ 8 થી 10 સ્વામિનારાયણ સ્કૂલમાં તેમજ ધોરણ 11-12 મ.ના. મહેતા ગર્લ્સ સ્કૂલ મા અભ્યાસ કરેલ છે તેમજ B. COM ની ડિગ્રી KPES કોલેજ ભાવનગરથી મેળવેલ છે… તેમજ IPCC અને ઇન્ટર CA નુ શિક્ષણ સ્વપ્નિલ સર( ડ્રિમેક્સ ક્લાસીસ) ભાવનગર થી મેળવેલ છે અને ફાઇનલ C.A. પરીક્ષા ઘરે ઓનલાઇન રીડિંગ કરીને પાસ કરેલ છે. ધોરણ 11-12 મા નવકાર ક્લાસીસ સચિન સર મહુવા પાસેથી કોમર્સ નુ શિક્ષણ મેળવેલ છે.. પાયલ બેનના મમ્મી પપ્પા શેરબઝાર (સ્ટોક બ્રોકિંગ બિઝનેસ– રેલીગેર ) સાથે સંકળાયેલ છે પાયલનુ કહેવું છે કે જો તમારામાં ધીરજ અને મહેનત કરવાની શક્તિ હોય તો તમે તમારું કોઈ પણ ધ્યેય પર પાડી શકો છો. જીવનમાં ક્યારે પણ નાસીપાસ થવાની જરૂર નથી ધીરજ એજ એક વિક્લ્પ છે જે તમને લક્ષ સુધી પહોંચાડે છે… . C.A. બની જ્ઞાતિનું તથા ભોજાણી પરિવારનું ગૌરવ વધારનાર પાયલ નરશીભાઈ ભોજાણી ને ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .


એક ઓર ખુશી
વેવિશાળ નોંધ :. મહુવા , મોરંગી નિવાસી હાલ મહુવા નારણભાઇ વશરામભાઇ ભોજાણીના નાના ભાઈ નરશીભાઈ વશરામભાઇ ભોજાણી ની સુપુત્રી ચિ. પાયલ નરશીભાઈ ભોજાણી (C.A. ) નું વેવિશાળ વાળુકડ નિવાસી ભુપતભાઇ ધનજીભાઈ પટેલીયા ના સુપત્ર તેમજ ડો.ભાવેશભાઈ ભુપતભાઇના નાના ભાઈ ચિ. ભાર્ગવ ભુપતભાઇ પટેલીયા સાથે ગુરુપૂર્ણિમા તારીખ ૧૦/૭/૨૫ ના પવિત્ર દિવસે કરેલ છે.
