વડોદરા:થનગનાટ:2025: નવરાત્રિ ઉત્સવ

નમસ્કાર🙏
સમસ્ત ખરક સમાજ વડોદરા દ્વારા સતત બીજા વર્ષે નવરાત્રી મહોત્સવ થનગનાટ 2025 નું ભવ્યાતીભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જ્ઞાતિના સૌ ભાઈઓ, બહેનો, બાળકો રોજ સાંજે 7:00 વાગ્યે આવી અને સમૂહ ભોજન કરી અને મોડી રાત સુધી ગરબે ઘૂમે છે. આવા શુભ કાર્યની અંદર વડોદરામાં રહેતા તમામ જ્ઞાતિજનોનો બહુમૂલ્ય ફાળો છે. એ થકી જ આવડું મોટું અને ભવ્ય આયોજન શક્ય બન્યું છે. જેના આયોજક પણ સમસ્ત ખરક સમાજ વડોદરા છે અને લાભ લેનારા પણ ખરક સમાજ વડોદરા છે. મારો સમાજ-મારો પરિવાર ની ભાવના સાથે મા જગદંબાની ઉપાસના કરવાના મનોરથ સાથે સૌ જ્ઞાતિજનો એકત્રિત થઈ અને દસ દિવસ સુધી સામૂહિક રીતે રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. સાથે જમવું- સાથે રમવું ના ઉચ્ચ વિચારો સાથે, જ્ઞાતિની એકતા, અખંડિતતા અવિરતપણે વહેતી રહે એવા આશય સાથે રોજ સાથે સમગ્ર જ્ઞાતિજનો જમે છે, રમે છે. તો આ તકે સમગ્ર ખરક સમાજ વડોદરાને ખૂબ ખૂબ ધન્યવાદ. સૌના સાથ અને સહકારથી આ કાર્ય અમે સૌ જ્ઞાતિજનો સાથે મળી કરી રહ્યા છીએ. જે સમગ્ર સમાજને જણાવતાં અમો આનંદ અનુભવીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *