સુજ્ઞ જ્ઞાતિજનો ,
ખરક સમાજ દર્પણ ઈ મેગાજિન દ્વારા એક વરસથી આપણે મળીએ છીએ . આપણું આ ઈ સામયિક હવે દેશ પરદેશમાં ૫ થી ૭ હજાર લોકો સુધી પહોંચાતું થયું છે. તેનો આનંદ છે
આ બ્લોગ ( વેબ ) શરુ કરવાં પાછળ મારો આશય સૌમાં જ્ઞાતિ ગૌરવ અને જ્ઞાતિપ્રેમ જગાડવાનો છે. જ્ઞાતિમાં સંપ , સહકાર અને સંગઠન દ્વારા સૌને નજીક લાવવવાનો છે . ‘ સૌનો સાથ ,સૌનો વિકાસ ’એ વાત જેમ દેશને લાગું પડે તેમ જ્ઞાતિમાટે પણ પાયાની બાબત છે તે કદી ભૂલવું ન જોઈએ.
આ બ્લોગમાં..
અસ્મિતા : આ વિભાગમાં જ્ઞાતિના ગૌરવને ઉજાગર કરવા આપણે આપણાં વારસા અને વૈભવની કાયમી વાતો તથા જ્ઞાતિના ઇતિહાસ તથા સાંસ્કૃતિક ધરોહર દર્શાવતા પુસ્તકો મુકવામાં આવશે .
ખરક સમાજ દર્પણ (અંક) :અહી તમને ખરક સમાજ દર્પણ નાં નવા તથા આગળના અંકો PDF રૂપે વાંચવા મળશે
પરિવાર દર્પણ : આ વિભાગમાં .આપણી જ્ઞાતિની કુલ વસ્તી ગણતરી અને ડિજિટલ ટેલિફોનની માહિતી આવતી જશે તેમ તેમ મુકાશે..જે ગામની કામગીરી પૂરી થશે તે પ્રમાણે ક્રમશ મુકાશે.
વ્યવસાય દર્પણ :આ વિભાગમાં આપણી જ્ઞાતિના તમામ વ્યવવસાના વ્યવસાયિકોની કુલ યાદી વ્યવસાય વાઈજ(વ્યવસાય ડિરેક્ટરી) મુકાશે . જેમાં ડોક્ટર ,વેપારી,નોકરિયાત ,વગેરે વિભાગ હશે. બીજું તેમાં એક જાહેરાત વિભાગ પણ રાખવામાં આવશે.
વિદેશ (NRI ) . આ વિભાગ દ્વારા વિદેશ વસતાં જ્ઞાતિ બંધુઓની વિગત આપશે .સમાચાર દર્પણ :આ વિભાગમાં જ્ઞાતિના અને જ્ઞાતિને ઉપયોગી તાજા સમાચાર અને માહિતી મુકાશે.
આ ઉપરાંત યુવા દર્પણ, બાલ દર્પણ ,નારી દર્પણ ,કૃષિ દર્પણ તથા સાયબર સફર જેવા વિભાગો આવતા સમયમાં ઉમેરાશે.
આ બ્લોગ (વેબ)માં આપવામાં આવેલ માહિતી માત્ર જ્ઞાતિ વિકાસ માટે છે તેનો ઉપયોગ વિવેક અને દક્ષતા સાથે માત્ર જ્ઞાતિ માટે જ કરવો. દુરુપયોગ ન થાય તે ખાસ જોવું.
આપ સૌ સાથે છો તેનો આનંદ છે .. તમારી સારી વાતો અવશ્ય મોકલતા રહેશો . સૂચનો આવકાર્ય છે . આભાર.
આનંદ સેતા ,
તંત્રી ,ખરક સમાજ દર્પણ ,મહુવા
સરનામું : ખરક સમાજ દર્પણ, ૩૭ , વી. ટી. નગર , મહુવા , ભાવનગર – ૩૬૪૨૯૦
મોબાઈલ નંબર : 99254 87956
ઈમેલ : kharaksamajdarpan@gmail.com / anandseta@gmail.com
વેબસાઇટ : kharaksamajdarpan.in
