

અમદાવાદમાં તારીખ 7 જાન્યુ 24 ને રવિવારે યોજાયેલ 23માં ખરક જ્ઞાતિ સ્નેહ મિલનમાં અક્ષર ક્લિનિક ના ડૉ. વિનુ ભાઈ વળિયા તથા ડૉ.શૈલેષ ખીમાણી દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 146 બોટલ બ્લડ ડોનેટ થયું હતું. અમદાવાદમાં ખરક જ્ઞાતિના કોઈ પણ પરિવારને બ્લડની જરૂરિયાત હોય ત્યારે અક્ષર ક્લિનિક અમદાવાદ મો. નં. 96241 95046 નો સંપર્ક કરવો. બ્લડ આપનાર દરેક જ્ઞાતિ બંધુઓનો સંચાલકોએ આભાર માન્યો હતો.
