

ડૉ. રાજેશ અરજણભાઈ સેંતા (ગાયનેક. શાન્તમ- પ્રયોશા) ભાવનગર (ભુંભલીવાળા) નાં સુપુત્ર અને સુપુત્રી —
હેત અને પ્રયોશા કેમ્બોડિયા દેશમાં યોજાયેલી
ALOHA International Arithmetic Maths Competition
મહાસ્પર્ધામાં બંનેએ પોતાની અકલ્પનીય પ્રતિભા દર્શાવીને
Grand Champion (પ્રથમ ક્રમ) પ્રાપ્ત કર્યો છે — જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે !નાની ઉમરે સંખ્યાત્મક કૌશલ્ય અને બુદ્ધિમત્તાથી દુનિયાભરનાં સ્પર્ધકોને પાછળ છોડી પોતાનું નામ ખૂબ રોશન કરવું એ સૌ માટે ગૌરવ ભરી લાગણી છે.
આ સિદ્ધિ તેમના માતા–પિતા તથા શિક્ષકોના સતત માર્ગદર્શન અને આશીર્વાદનું પરિણામ છે. તેમનો પરિવાર આ સિદ્ધિને ભગવાન .સ્વામીનારાયણનો કૃપા પ્રસાદ ગણાવે છે.
ખરક સમાજ દર્પણ તરફથી
હેત અને પ્રયોશાને હ્રદયપૂર્વક શુભકામનાઓ.
