સમસ્ત ખરક સમાજ માળવાવ દ્વારા ખરક જ્ઞાતિની વાડીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે તારીખ 22/1/24 ના રોજ સમગ્ર ખરક જ્ઞાતિ એ સાથે મળી રંગોળી ,તોરણ,આરતી કરી, દિવડા કર્યા અને સાથે મળી 450 લોકોએ સમૂહ ભોજન કર્યું.જેનો ખર્ચ સૌ એ હોંશે હોંશે ઉપાડી જ્ઞાતિ માટે યાદગાર દિવસ બનાવ્યો. સમગ્ર કાર્યક્રમના આયોજક તરીકે યુવા ટીમ ઉપરાંત મુકેશ વાળાકી, કિશન ભાલાળા,વિપુલ ભોજાણી તથા ભૂપત કાપડિયા એ સફળ કામગીરી કરી. દીપ પ્રાગટ્ય જાણીતા બાળરોગ નિષ્ણાત ડો.એન.એન. વાળાકીસાહેબ દ્વારા કરાયું. રામમય બનેલ માળવાવ ગામે રાતે દીવાળી જેવો ઉત્સવ મનાવી દિવડા પેટાવ્યા અને ફટાકડા ફોડયા




