October 2025
અમદાવાદ : ક્રિકેટ ટુર્નામેન્ટ: ચેમ્પિયન ટીમ
સમસ્ત અમદાવાદ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચ તા5/10/25ના રજ અમદાવાદમાં રમાઈ ગઈ તેમાં અમદાવાદ 11 ટીમ ચેમ્પિયન બની જેના કેપ્ટન ડૉ.વિનોદભાઈ વળીયા હતા.સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન નટુભાઈ વાળાકી ,ડૉ.વિનોદભાઈ વળીયા, તુષાર વાળાકી , નરેશ સાંગાણી,ઉમેશ કામળિયા અને મેહુલ વાળાકી એ સફળતાપૂર્વક કરેલ.
મહુવા: 17મો ઈનામોત્સવ:19/10/25 રાત્રે 8 કલાકે
મહુવા મુકામે યોજાનાર ઈનામ વિતરણ કાર્યક્રમ – 2025 આજે સાંજે એટલે તા.૧૯/૧૦/૨૦૨૫ ને રવિવાર રાત્રે છે. જે સંપૂર્ણ કાર્યક્રમ આપણા સમાજની યુટ્યુબ ચેનલ માં લાઈવ પ્રસારણ થનાર છે. જે દરેક ખરક સમાજ ના લોકો સુધી અને ખરક સમાજ ના અન્ય ગ્રુપો માં જણાવશો… https://youtube.com/@ssks-surat?si=Su6HYE_MJ-KLn3-x
મહુવા: રાજ્યકક્ષાએ નિમણૂક: વિપુલભાઈ સેંતા
* શ્રી વિપુલભાઈ ગફુલભાઈ સેંતા* ની ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક (HTAT) સંઘમાં રાજ્ય કક્ષાનાં ટેકનિકલ સલાહકાર તરીકે બિનહરીફ વરણી થતાં સમગ્ર સમાજ ગર્વની લાગણી અનુભવે છે.વિપુલભાઈ હાલ તરેડ કન્યા શાળા મહુવામાં HTAT આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને મહુવા તાલુકા આચાર્ય સંઘ માં પ્રમુખ પદ ધરાવે છે,આ ઉપરાંત મહુવા તાલુકા શિક્ષક શરાફી મંડળી નાં ડિરેક્ટર…
