અભિનંદન
અભિનંદન : ડૉ. ભરત પટેલિયા, Ph.D.
કુંભણ ગામના વતની હાલ વડોદરા રહેતા ભરતભાઈ બાલાભાઈ પટેલિયા (M. Pharm) એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. અમદાવાદ માંથી ફાર્મસી (Pharmacology) વિષયમાં ડૉક્ટરેટ Ph.D. ની ડિગ્રી મેળવી જ્ઞાતિનું નામ ઉજ્જવળ કર્યું છે. ખરક સમાજ દર્પણ તેમને ખૂબખૂબ અભિનંદન પાઠવે છે.તેઓનો પરિચય આ મુજબ છે. તેઓ હાલ વડોદરા માં સન ફાર્માસ્યૂટિકલ કંપની, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ…
અભિનંદન :ડૉ.આશિષ ખોડીફાડ :શ્રીરામ નેત્રાલય
ભાવનગરના શ્રી રામ નેત્રાલયના ડૉ . આશિષ ખોડીફાડ દ્વારા ભાવનગર જિલ્લામાં તબીબી ક્ષેત્રમાં આધુનિક પધ્ધતિથી ઓપરેશન દ્વારા એક માસના બાળકની આંખોની સારવાર કરી નવી પહેલ કરી છે . તેમને સમગ્ર જ્ઞાતિ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની કામના કરે છે .
મહુવા : દર્શન વળિયા : અભિનંદન
જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન 3 B વર્ષ 2023 ના કાઉન્સિલર તરીકે મહુવાના જાયન્ટ્સ ગ્રૂપના પૂર્વપ્રમુખ દર્શનભાઈ જેરામભાઈ વળિયા 2023 ના વર્ષ માટે બીજીવાર કાઉન્સિલર તરીકે નિમણુંક પામેલ છે તે મહુવાની અનેક વિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે અને વિવિધ એવોર્ડ પણ મેળવેલ છે. સમગ્ર જ્ઞાતિ તેમને અભિનંદન પાઠવે છે.
મહુવા : શુભ કામના : 8માં વર્ષમાં પ્રવેશ
માળવાવના વતની ડૉ . અશ્વિન પી. વાળાકી (B. D. S. દાંતના તથા મોંઢામાં થતાં રોગના નિષ્ણાંત સર્જન )ના મારુતિ ડેન્ટલ એન્ડ ઈમ્પ્લાન્ટ સેન્ટર : મહુવા આઠમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે …ખરક સમાજ દર્પણ તેમને શુભકામના પાઠવે છે . સંપર્ક : 1-2 ડૉક્ટર હાઉસ ,અરિહંત ઓટો ની બાજુમાં,કુબેરબાગ,મહુવા mo .9499788008,7600830117
અભિનંદન : વલ્લભભાઈ પટેલિયા (કુંભણ)
આસિસ્ટંટ કમિશ્નર ઓફ એસ. જી. એસ. ટી જૂનાગઢ . આસિસ્ટંટ કમિશ્નર (ક્લાસ 1)માં બઢતી મળવા બદલ સમગ્ર ખરક જ્ઞાતિ તથા ખરક સમાજ દર્પણ અભિનંદન પાઠવે છે .
જ્ઞાતિ ગૌરવ : હેતલ સેંતા (મહુવા)
સેંતા હેતલબેન વશરામભાઈ માવજીભાઈ (કિસાન દુગ્ધાલય : મહુવા ) સિધ્ધિ : GPSCni સ્ટેટ ટેક્સ ઈન્સ્પેકટર (STI)પરીક્ષા પાસ કરી . અભિનંદન : સમસ્ત ખરક જ્ઞાતિ તથા ખરક સમાજ દર્પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
જ્ઞાતિ ગૌરવ : મયૂરી પટેલિયા
અમદાવાદ (કુંભણ ): પટેલિયા મયૂરી અર્પિતકુમાર પુનાભાઈ જ્ઞાતિના પ્રથમ મહિલા ડેપ્યુટી સેક્શન ઑફિસર સિધ્ધિ: ગુજરાત જાહેરસેવા આયોગ (GPSC )ની ત્રણ (હેટ્રિક) પરીક્ષા પાસ કરી જેમાં 1 ડેપ્યુટી સેકશન ઓફિસર (dy. so) 2 સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI) 3 જી.એમ.ડી.સી ( સહાયક) ડેપ્યુટી સેક્સનઓફિસર તરીકે હાલ ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવે છે . સમસ્ત ખરક જ્ઞાતિ તથા ખરક…
