આજ રોજ તારીખ 27/10/2022 ના રોજ સમસ્ત ખરક જ્ઞાતિ વાળુકડ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલ જેમાં નવા વર્ષ નિમિત્તે “સ્નેહ મિલન “, સમાજ દર્પણ પુસ્તિકા વિમોચન,બ્લડ ડોનેશન કેમ્પ, ધોરણ 1 થી 12 ના 1થી 3 નંબર પર આવેલ વિધાર્થીઓ ને પ્રમાણ પત્ર તેમજ મોમેન્ટો આપી સન્માન , હાલ MBBS મા અભ્યાસ કરતા વાળુંકડ ગામ ના 19 વિધાર્થીઓ નું સન્માન, વિવિધ સાંકૃતિક પ્રોગ્રામ જેમાં “બેટી બચાવો, બેટી પઢાવો” વિષય પર વક્તવ્ય,લાડલી દીકરી, તેમજ પિતા વિષે એક પાત્રીય અભિનય , સમાજ માં શિક્ષિત દીકરીઓ નું સન્માન, પ્રથમ મહિલા ડેપ્યુટી સેક્શન ઓફિસર મયુરિબહેન પટેલિયા દ્વારા દીકરી ના શિક્ષણ નું સમાજ માં મહત્વ તેમજ જ્ઞાતિ ભોજન ના વિવિધ કાર્યક્રમો યોજાયેલ. આ કાર્યક્રમ માં “આપણું રક્તદાન કોઈ ની ડૂબતી જીંદગી બચાવી શકે છે” એવા સૂત્ર સાથે બ્લડ ડોનેશન કેમ્પ માં રેડ ક્રોસ સોસાયટી અને વાળુંકડ ખરક જ્ઞાતિ મેડિકલ એસોસિએશન ના સહયોગ થી 82 બોટલ બ્લડ એકઠું થયેલ જેમાં દરેક બ્લડ ડોનર ને ખરક જ્ઞાતિ મેડિકલ એસોસિએશન ના સહયોગ થી દીવાલ ઘડિયાળ અને પ્રમાણ પત્ર તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણ પત્ર આપવા માં આવેલ , બ્લડ ડોનેશન નું સંકલન અને વ્યવસ્થા ડો.રાકેશભાઈ ખીમાણી અને ડૉ.મુકેશભાઈ ખોડીફાડ દ્વારા થયેલ ,સાંસ્કૃતિક કાર્યક્રમ નું સંકલન અને એંકરીંગ શૈલેષભાઇ પટેલિયા અને ગીતાબેન કાપડિયા દ્વારા થયેલ તેમજ ઇનામ વિતરણ નું સંકલન અને આર્થિક સહાય મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ખરક સમાજ ના દિનેશભાઇ પટેલિયા તેમજ જ્ઞાતી ના યુવાનો દ્વારા થયેલ , ખરક સમાજ દર્પણ પુસ્તિકા નું વિમોચન પ્રસંગે મહંત શ્રી બાલારામ બાપુ, ઓલ ઇન્ડિયા ખરક સમાજ પ્રમુખ શ્રી ભરતભાઇ ઠંઠ, ઉપ પ્રમુખ શ્રી શૈલેશભાઈ સેંતા,મોહનભાઇ મંત્રી, ધરમશીભાઇ સોલંકી,રામજી પટેલીયા વગેરે તેમજ સમાજ દર્પણ બુક તૈયાર કરનાર ભગીરથીઓ આનંદભાઈ સેંતા, ભરતભાઇ પટેલિયા, દિપકભાઈ પટેલિયા તેમજ અતિથિ વિશેષ ડૉ. ભાવેશભાઈ ભુત- MD,DM ગેસ્ટ્રો લોજીસ્ટ, ડૉ અરવિંદભાઈ વળીયા- યુરોલોજિસ્ટ ,ડો સૌરભભાઈ ઢેઢી- રેડિયો લોજીસ્ટ,ડૉ આશીષભાઈ ખોડીફાડ- આંખ ના પડદા ના સુપર સ્પેશિયાલિસ્ટ ,ડૉ રાજેશભાઇ સેંતા અને ડૉ રાકેશભાઈ કાપડિયા – સ્ત્રી રોગ નિષ્ણાત , ડૉ ભુપત પટેલિયા જનરલ ફિઝીશ્યન વગેરે સમાજ ના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આ પ્રસંગે હાજર રહેલ અને વિવિધ વિષયો પર વક્તવ્ય અને માર્ગદર્શન આપેલ , જય જનની સ્કૂલ બપાડાં ના સંચાલક & માર્ગદર્શ ડી. જે. કોરડીયા પણ હાજર રહેલ ,મહુવા, તળાજા ના અગ્રણીઓ પણ હાજર રહેલ આ બુક માં ખરક સમાજ વાળુંકડ ની તમામ વસ્તી , મોબાઈલ નંબર સાથે આવરી લીધેલ , સાથે સમાજ ની કલા અને સંસ્કૃતિ નો ભવ્ય વારસો પણ આવરી લીધેલ સાથે સાથે જે બિઝનેસ કરતા લોકો ના બિઝનેસ ના ફોટો અને સરનામાં પણ આવરી લીધેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા જ્ઞાતિ ના વડીલો, સેવા ભાવિ યુવાનો તેમજ વિવિધ જગ્યા પર બિઝનેસ કરતા યુવાનો એ પોતાની જાહેરાત આપી આર્થિક સહયોગ આપેલ તેમજ જ્ઞાતિ ના મેડિકલ એસોસિએશન ના યુવાનો, અમદાવાદ માં બિઝનેસ કરતા યુવાનો, મહુવા,સુરત અને વાળુંકડ ના યુવાનો દ્વારા આર્થિક સહયોગ અને પોતાનું શ્રમદાન આપી સમાજ પ્રત્યે લાગણી વ્યક્ત કરેલ . આ કાર્યક્રમ ને સફળ બનાવવા 3000 જેટલા લોકો હાજર રહી આ કાર્યક્રમ ને નિહાળેલ.




