2024
અમદાવાદ :રકતદાન કૅમ્પ :
અમદાવાદમાં તારીખ 7 જાન્યુ 24 ને રવિવારે યોજાયેલ 23માં ખરક જ્ઞાતિ સ્નેહ મિલનમાં અક્ષર ક્લિનિક ના ડૉ. વિનુ ભાઈ વળિયા તથા ડૉ.શૈલેષ ખીમાણી દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 146 બોટલ બ્લડ ડોનેટ થયું હતું. અમદાવાદમાં ખરક જ્ઞાતિના કોઈ પણ પરિવારને બ્લડની જરૂરિયાત હોય ત્યારે અક્ષર ક્લિનિક અમદાવાદ મો….
મહુવા : ભૂમિદાન :સોલંકી બંધુઓ (વડલી)
આજરોજ શ્રી મહુવા ખરક જ્ઞાતિ ની જનરલ સભા મળેલ જેમાં ભૂમિદાન માટે 11,11,111/– (જય પ્રભુ)શામજીભાઈ સોંડાભાઈ સોલંકી તથા મોહનભાઈ સોંડાભાઈ સોલંકી (વડલીવાળા) દિપક ઓનીયન– મહુવા તરફથી મળેલ છે એ બદલ ટ્રસ્ટીશ્રીઓ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.
મહુવા : ઉદાર સખાવત :રાજાભાઈ સેંતા
આજ રોજ શ્રી મહુવા ખરક જ્ઞાતિની જનરલ સભા મળેલ જેમાં જનરેટર ના 501000/-નુ દાન શ્રી રાજાભાઈ રણછોડભાઈ સેંતા હસ્તે દિવ્યેશભાઈ રાજાભાઈ સેંતા (ડેલીસીયસ ફુડ – મહુવા) તરફથી જ્ઞાતીની વાડીમા ભેટ આપેલ છે તે બદલ જ્ઞાતિના ટ્રસ્ટીશ્રીઓ એ ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
નઈપ :વાર્ષિક સાધારણ સભા :14 જાન્યુ 24
ખરક સમાજ નૈપની વાષિૅક સાધારણ સભા તા 14/1/2024 ને રવિવાર ના બપોરના 3 થી 5 ના સમયે ગોપાલ બાગ નૈપમાં રાખેલ છે .લી. ગોપાલ બાગ કમીટી નૈપ
તરેડ : વાર્ષિક જનરલ સભા :14 જાન્યુ 24
આદરણીય જ્ઞાતિજનોને જણાવવાનું કે શ્રી તરેડ ખરક જ્ઞાતિ ની વાર્ષિક જનરલ સભાનું આયોજન તારીખ : ૧૪-૦૧-૨૦૨૪ ને રવિવારના સવારના ૯.૦૦ કલાકે રાખેલ છે.તો દરેક જ્ઞાતિજનોએ આ જનરલ સભામાં અસુક હાજર રહેવા નમ્ર વિનંતી છે.સ્થળ : શ્રી તરેડ ખરક જ્ઞાતિની વાડી.
